શુક્રવાર, 12 જૂન, 2020

O Veer tara charan kamal ma aa jivan kurban ઓ વીર તારા ચરણકમળમાં

O Veer tara charan kamal ma aa jivan kurban lyrics


( રાગ - અમી ભરેલી ...)
ઓ વીર તારા ચરણકમળમાં આ જીવન કુરબાન છે , 
મારા જીવનની નોકાનું તુજ હાથે સુકાન છે . 
સુખ આવે કે દુખ આવે મને તેનું કંઈ નહીં ભાન રે , 
તારી ભક્તિમાં મસ્ત બનીને આ કાયા કુરબાન છે ...  ઓ વીર ! 

ભવસાગરમાં આવી છે આંધી એમાંથી મને તારજે , 
મને તો તારી એક જ આશા તું મારો આધાર છે... ઓ વીર ! 

તારી સેવામાં મસ્ત બનું ને બીજું મારે નહીં કામ રે , 
તારી પૂજામાં મસ્ત બનીને તારા ગુણલા ગાવા છે ... ઓ વીર ! 

તારી ભક્તિમાં આંચ ન આવે એટલે મારું ધ્યાન છે , 
આ દુનિયાની મોહમાયામાં તું એક તારણહાર છે ... ઓ વીર ! 

ભવના મુસાફર પ્રેમે વિનવે , ભક્તોને તમે તારજો 
ભક્ત અંતરથી આગ્રહ કરતો પ્રેમે વહેલા આવજો ... ઓ વીર ! 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top