ગુરુવાર, 4 જૂન, 2020

PRABHU JEVO GANO TEVO પ્રભુ જેવો ગણો તેવો

PRABHU JEVO GANO TEVO JAIN STUTI

પ્રભુ ! જેવો ગણો તેવો . . તથાપિ બાળ તારો છું , 
તને મારા જેવા લાખો . . પરન્તુ એક મારે તું 

નથી શક્તિ નીરખવાની ... નથી શક્તિ પરખવાની 
નથી તુજ ધ્યાનની લગની . ... તથાપિ બાળ તારો છું 

નથી તપ - જપ કીધા ... નથી કાંઈ દાન પણ દીધાં 
અધમ રસ્તા સદા લીધા ... તથાપિ બાળ તારો છું . 

અરિહંત દેવ હો પ્યારા ... ગુનહા કર માફ સૌ મારા 
ભૂલ્યો ઉપકાર હું તારો . . . તથાપિ બાળ તારો છું 

દયા કર દુઃખ ભવ કાપી ... અભય ને શાંતિપદ આપી 
પ્રભુ હું છું પૂરો પાપી ... તથાપિ બાળ તારો છું 

દયા કર હું મુંઝાઉં છું ... સદા હૈયે રિબાઉં છું 
પ્રભુ હું ધ્યાન ધ્યાઉં છું . તથાપિ બાળ તારો છું .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top