Parash Parash Ratan Karo પારસ પારસ રટણ કરો
પારસ પારસ રટણ કરો
સાંજ સવારે સ્મરણ કરો ( ૨ )
હૈયાની ધડકનમાં પારસ , શ્વાસોની સરગમમાં પારસ
ચરણે તન - મન અર્પણ કરો . . સાંજ સવારે . . . ૧
અજરામરએ અંતરયામી , ત્રણ ભુવનનો એ છે સ્વામિ
રૂડા પારસ નામે ભ્રમણ ટળો . . . સાંજ સવારે . . . ૨
સર્વો પરી એ પાર્શ્વ પ્રભુને , નિરખુ પળ પળ નેહ ધરીને
રાત્રે સ્વપ્નમાં દર્શન કરો . સાંજ સવારે . . . ૩
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો